Trust img
Select City
Doctor Banner

*By clicking on the above button you agree to receive updates on WhatsApp

1 Results

dr-nimisha-shantilal-pandya

dr nimisha shantilal pandya

MBBS, MD (Obstetrics & Gynaecology)

Rs. 500/- FREE

1st Appointment fees:

20+

Years of experience:

Ahmedabad, Gujarat

Clinic Location:

Monday - Wednesday | 9:00 am – 6:00 pm
Closed on Thursday
Friday – Sunday | 9:00 am – 6:00 pm

Timings:

કોઈ પણ દંપતીને પૂછો કે પેરેન્ટ બનવાની સફર કેવી હોય છે, તો જવાબ લગભગ સરખો જ મળશે – ધીરજની કસોટી. મહિનાઓ, ક્યારેક વર્ષો, પ્રયત્નો ચાલતા રહે અને પરિણામ ન આવે ત્યારે ઘરમાં એક અલગ જ પ્રકારનું મૌન છવાઈ જાય છે. સવાલો પણ એ જ રહે છે – કોની પાસે જવું, કોના પર વિશ્વાસ મૂકવો, અને શું આ વખતે ખરેખર ફરક પડશે? અમદાવાદમાં શ્રેષ્ઠ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ શોધવાનું કામ અઘરું લાગે એ સ્વાભાવિક છે, કારણ કે અહીં દરેક નામ પોતાને ‘બેસ્ટ’ કહે છે. પણ અસલ ફરક પડે છે અનુભવ, નિદાનની ચોકસાઈ અને દર્દી સાથેની પ્રામાણિકતાથી.

બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ નું નામ આ બાબતોમાં જ બંધાયું છે. વર્ષોથી દેશના જુદા જુદા ખૂણેથી આવતા દંપતીઓએ અહીં પોતાનું સપનું પૂરું કર્યું છે, અને અમદાવાદમાં પણ એવી જ ટોપ આઇવીએફ સ્પેશિયાલિસ્ટની ટીમ કાર્યરત છે. અહીં ડોક્ટર પહેલા સાંભળે છે, પછી બોલે છે – અને એ નાની વાત ઘણી વાર મોટો ફરક પાડી દે છે. જો તમે પણ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ, તો એકલા મૂંઝાવાને બદલે એક વાર કન્સલ્ટેશન બુક કરી જુઓ.

શા માટે અમદાવાદમાં આઇવીએફ સારવાર માટે બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ ને પસંદ કરવું જોઈએ?

સાચું કહીએ તો, ક્લિનિકની વેબસાઈટ કે જાહેરાત જોઈને નિર્ણય લેવો બરાબર નથી. જે ખરેખર જોવું જોઈએ એ છે – ડોક્ટર કેટલા વર્ષથી પ્રેક્ટિસમાં છે, લેબ કેવી છે, અને પૈસાની બાબતમાં કેટલી સ્પષ્ટતા રાખવામાં આવે છે. બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ માં આ ત્રણેય બાબતો એકસાથે મળે છે, અને એટલે જ કદાચ અમદાવાદના ઘણા દર્દીઓ અહીં પાછા આવે છે અથવા બીજાને રેફર કરે છે.

અનુભવી આઇવીએફ સ્પેશિયાલિસ્ટ

અહીંના ડોક્ટરોએ સેંકડો કેસ જોયા છે – સાદા કેસથી લઈને એવા કેસ સુધી જ્યાં પહેલા બે-ત્રણ પ્રયત્નો નિષ્ફળ ગયા હોય. આ પ્રકારનો અનુભવ પુસ્તકોમાંથી નથી મળતો, એ સમય સાથે જ ઘડાય છે. અને જ્યારે ડોક્ટર પાસે એ અનુભવ હોય, ત્યારે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ઝડપથી લઈ શકે છે.

અદ્યતન આઇવીએફ ટેકનોલોજી અને એમ્બ્રિયોલોજી લેબ

લેબની ગુણવત્તા વિશે લોકો ઓછું વિચારે છે, પણ હકીકતમાં ભ્રૂણના વિકાસમાં લેબની ગુણવત્તા મહત્વની ભૂમિકા ભજવે છે. તાપમાન, હવાની શુદ્ધતા, સાધનોની ચોકસાઈ – આ બધું જ મેચ થવું જોઈએ. અમારી લેબ આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે ચાલે છે, જેથી ભ્રૂણને શ્રેષ્ઠ વાતાવરણ મળે.

વ્યક્તિગત ફર્ટિલિટી સારવાર યોજનાઓ

એક જ પ્રોટોકોલ બધા માટે લાગુ ન પડે. કોઈની ઉંમર જુદી હોય, કોઈનો રિપોર્ટ જુદો, કોઈની હિસ્ટ્રી અલગ. એટલે અમે દરેક કેસને અલગથી જોઈએ છીએ અને એ મુજબ જ સારવાર ગોઠવીએ છીએ – બિનજરૂરી દવા કે ટેસ્ટનો બોજ દર્દી પર ન પડે એનું ધ્યાન રાખીએ છીએ.

પારદર્શક કિંમત અને દર્દી-કેન્દ્રિત કાળજી

સારવાર દરમિયાન અચાનક ખર્ચ વધી જાય એ સૌથી મોટી ચિંતાનો વિષય બની જાય છે, તેના માટે જ અમે શરૂઆતમાં જ બધું સ્પષ્ટ કરી દઈએ છીએ, જેથી પછીથી કોઈ આશ્ચર્ય ન થાય. અને હા, દર્દીની માનસિક સ્થિતિ પણ એટલી જ ધ્યાનમાં લેવાય છે જેટલી કે મેડિકલ રિપોર્ટ.

અમદાવાદમાં શ્રેષ્ઠ આઇવીએફ સ્પેશિયાલિસ્ટને મળો

ડોક્ટર કોણ છે એ જાણ્યા વગર સારવાર શરૂ ન કરવી જોઈએ – આ સાદી પણ મહત્વની વાત છે. બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ અમદાવાદમાં દર્દીઓને એવા ડોક્ટર મળે છે જેમનું નામ પોતે જ એક એક બવ મોટું નામ છે.

ડૉ. નિમિષા શાંતિલાલ પંડ્યા

19 વર્ષથી વધુનો અનુભવ, અને એ પણ એવો જેમાં અઘરા કેસ ટાળવામાં નહીં, ઉકેલવામાં ગયો છે. ડૉ. નિમિષા શાંતિલાલ પંડ્યા મહિલા અને પુરુષ વંધ્યત્વ, આઇવીએફ, આઈસીએસઆઈ તેમજ રિકરન્ટ આઇવીએફ ફેલ્યોર જેવા વિષયોમાં ઊંડી સમજ ધરાવે છે. તેમની સ્ટાઈલ થોડી અલગ છે – પહેલા દર્દીની આખી વાત સાંભળે, રિપોર્ટ્સ બારીકાઈથી જુએ, અને પછી જ કંઈક કહે. કદાચ એટલે જ દર્દીઓ સાથે તેઓ સહાનુભૂતિપૂર્ણ અને સ્પષ્ટ સંવાદ રાખે છે. અમદાવાદમાં ટોપ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે તેમનું નામ અમસ્તું નથી લેવાતું.

અમારા આઇવીએફ સ્પેશિયાલિસ્ટ દ્વારા આપવામાં આવતી ફર્ટિલિટી સારવારો

દરેક દંપતીની તકલીફ એક જ કારણથી નથી હોતી, તો સારવાર પણ એક જ કેમ હોય? અમદાવાદમાં બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ ખાતે નિદાન પ્રમાણે અલગ-અલગ સારવારના રસ્તા ખુલ્લા છે.

આઇવીએફ ટ્રીટમેન્ટ

સાદી ભાષામાં કહીએ તો, ઈંડા અને શુક્રાણુને શરીરની બહાર, લેબમાં ભેગા કરવામાં આવે અને ભ્રૂણ તૈયાર થાય પછી એને ગર્ભાશયમાં મૂકવામાં આવે – આને આઇવીએફ કહે છે. જ્યારે સાદી પદ્ધતિઓ કામ ન કરે, ત્યારે મોટા ભાગે આ જ રસ્તો સૌથી અસરકારક નીકળે છે.

આઈસીએસઆઈ ટ્રીટમેન્ટ

અહીં એક તંદુરસ્ત શુક્રાણુ પસંદ કરીને સીધો ઈંડામાં નાખવામાં આવે છે. શુક્રાણુની સંખ્યા કે ગુણવત્તા ઓછી હોય ત્યારે આ પદ્ધતિ ખાસ કામ લાગે છે.

આઈયુઆઈ ટ્રીટમેન્ટ

પ્રમાણમાં સાદી અને ઓછી તકલીફદાયક પ્રક્રિયા. ઓવ્યુલેશનના યોગ્ય સમયે તૈયાર કરેલા શુક્રાણુને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. હળવા કેસોમાં ડોક્ટર ઘણી વાર પહેલા આ જ સૂચવે છે.

એગ ફ્રીઝિંગ અને ફર્ટિલિટી પ્રિઝર્વેશન

કારકિર્દી હોય, અભ્યાસ હોય, કે બસ હજુ તૈયાર ન હોવું હોય – કારણ ગમે તે હોય, એગ ફ્રીઝિંગ મહિલાઓને પોતાના સમય પ્રમાણે નિર્ણય લેવાની આઝાદી આપે છે. યુવાન અને તંદુરસ્ત ઈંડાને સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.

પુરુષ વંધ્યત્વ સારવાર

વંધ્યત્વ ફક્ત મહિલાની બાજુથી નથી હોતું – લગભગ અડધા કેસમાં પુરુષ પરિબળ પણ કારણભૂત હોય છે, જે વાત ઘણી વાર અવગણાય છે. શુક્રાણુ સંબંધિત ચોક્કસ સમસ્યા શોધીને દવા કે એડવાન્સ પ્રક્રિયા દ્વારા સારવાર અપાય છે.

રિકરન્ટ આઇવીએફ ફેલ્યોર મેનેજમેન્ટ

એક-બે વાર આઇવીએફ નિષ્ફળ ગયું હોય તો હિંમત તૂટવી સ્વાભાવિક છે. પણ ફરી એ જ પ્રોટોકોલ દોહરાવવાને બદલે, અમે ઊંડાણથી તપાસ કરીએ છીએ કે ખરેખર ક્યાં ગરબડ થઈ – જેથી આગલી વખતે વાર્તા જુદી હોય.

Find the Right Fertility Solution for You!

Begin your Journey with Confidence.

close

*By clicking on the above button you agree to receive updates on WhatsApp

અમારા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ દ્વારા સારવાર કરાયેલી સ્થિતિઓ

ઘણી વાર દર્દી પોતે પણ નથી જાણતા કે તકલીફ ક્યાં છે – ફક્ત એટલી ખબર હોય કે ‘કંઈક બરાબર નથી.’ યોગ્ય તપાસ પછી જ સાચું ચિત્ર સામે આવે છે.

મહિલા વંધ્યત્વ

ઓવ્યુલેશનમાં ગરબડ હોય, ટ્યુબ બ્લોક હોય કે હોર્મોન અસંતુલિત હોય – કારણ ગમે તે હોય, સારવારનો રસ્તો દરેક કેસમાં અલગ જ નીકળે છે.

પુરુષ વંધ્યત્વ

શુક્રાણુની સંખ્યા ઓછી, રચનામાં ખામી, કે ગતિશીલતા નબળી – સેમેન એનાલિસિસ દ્વારા આ ચોક્કસ ખબર પડી જાય છે.

પીસીઓએસ

પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમમાં ઓવ્યુલેશન અનિયમિત થઈ જાય છે. જીવનશૈલીમાં ફેરફાર અને દવાથી આ સ્થિતિ સંભાળી શકાય છે, અસંભવ કંઈ નથી.

એન્ડોમેટ્રિઓસિસ

ગર્ભાશયની અંદરની પેશી બહાર વધવા લાગે ત્યારે આ સ્થિતિ સર્જાય છે – દુખાવો પણ થાય અને ગર્ભધારણમાં અડચણ પણ.

લો એએમએચ 

એટલે અંડાણુનો જથ્થો ઓછો. આમાં એક વાત ખાસ – મોડું ન કરવું. જેટલી વહેલી સલાહ, એટલા વધુ વિકલ્પો.

બ્લોક્ડ ફેલોપિયન ટ્યુબ્સ

ટ્યુબ બ્લોક હોય તો ઈંડું-શુક્રાણુ કુદરતી રીતે મળી જ ન શકે. આવા કેસમાં આઇવીએફ સીધો અને ભરોસાપાત્ર રસ્તો બની જાય છે.

રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ

એક વાર ગર્ભપાત થાય એ પણ અઘરું છે, વારંવાર થાય તો વાત જુદી જ છે. આવા કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને છુપાયેલું કારણ શોધવું જ પડે.

અસ્પષ્ટ વંધ્યત્વ

બધા રિપોર્ટ નોર્મલ, છતાં ગર્ભધારણ નથી થતું – આ કદાચ સૌથી મૂંઝવતી સ્થિતિ છે. પણ અદ્યતન નિદાન અને અનુભવના જોરે અહીં પણ રસ્તો નીકળે છે.

અમારા આઇવીએફ સ્પેશિયાલિસ્ટને શું અલગ બનાવે છે?

અમદાવાદમાં ક્લિનિકના વિકલ્પો ઘણા છે. ફરક એ વાતમાં પડે છે કે સારવાર કેવી રીતે અપાય છે – દર્દીને એક નંબર તરીકે જોવામાં આવે છે કે એક વ્યક્તિ તરીકે.

વ્યક્તિગત સારવાર યોજનાઓ

એક જ ટેમ્પલેટ બધા પર લાગુ નથી પડતું, એટલે રિપોર્ટ અને હિસ્ટ્રી જોઈને જ યોજના બને છે.

અદ્યતન નિદાન અને એમ્બ્રિયોલોજી

ખોટા નિદાનથી ખોટી સારવાર થાય, અને એ સૌથી મોટું જોખમ છે. એટલે ટેકનોલોજી પર સમાધાન નથી કરાતું.

નૈતિક અને પુરાવા-આધારિત કાળજી

બિનજરૂરી ટેસ્ટ કે સારવાર ધકેલવાનું અહીં ચાલતું નથી – જે જરૂરી હોય એ જ, અને એ પણ પુરાવાના આધારે.

સંવેદનશીલ દર્દી સહાય

આ સફર શારીરિક કરતાં વધારે ભાવનાત્મક રીતે થકવે છે, એ અમે સમજીએ છીએ. એટલે કાઉન્સેલિંગ અને સાંભળવાની તૈયારી, બંને એટલા જ મહત્વના ગણાય છે.

આંતરરાષ્ટ્રીય સારવાર પ્રોટોકોલ

વૈશ્વિક ધોરણો પ્રમાણે ચાલવાનો પ્રયત્ન રહે છે, જેથી ગુણવત્તામાં ક્યાંય બાંધછોડ ન થાય.

આઇવીએફ સફળતા દર અને પરિણામોને અસર કરતા પરિબળો

‘મારા કેસમાં કેટલી શક્યતા છે?’ – આ સવાલ લગભગ દરેક દર્દી પૂછે છે. પ્રામાણિક જવાબ એ છે કે એક ચોક્કસ નંબર આપવો મુશ્કેલ છે, કારણ કે ઘણા પરિબળો સાથે મળીને પરિણામ ઘડે છે.

ઉંમર અને ફર્ટિલિટી

ઉંમર વધે એમ ઈંડાની સંખ્યા અને ગુણવત્તા બંને ઘટે – ખાસ કરીને 35 પછી આ ઘટાડો ઝડપી બને છે.

ઈંડા અને શુક્રાણુની ગુણવત્તા

માત્ર સંખ્યા નહીં, ગુણવત્તા પણ એટલી જ મહત્વની. નબળી ગુણવત્તા ફલિતીકરણ અને ભ્રૂણ વિકાસ, બંનેને અસર કરે.

જીવનશૈલીના પરિબળો

તણાવ, ધૂમ્રપાન, ઊંઘની ગરબડ, વધારે વજન – આ બધું સીધું ફર્ટિલિટી પર અસર કરે છે. નાના ફેરફાર પણ મોટો ફરક પાડી શકે.

પ્રારંભિક ફર્ટિલિટી કન્સલ્ટેશનનું મહત્વ

વહેલું નિદાન એટલે વધુ વિકલ્પો ખુલ્લા. મોડું કરવાથી રસ્તા ધીમે-ધીમે સાંકડા થતા જાય છે.

અમદાવાદમાં અમારું ફર્ટિલિટી સેન્ટર

બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ – નવરંગપુરા, અમદાવાદ

નવરંગપુરામાં આવેલું આ કેન્દ્ર અનુભવી ડોક્ટર અને અદ્યતન આઇવીએફ લેબોરેટરી, બંનેથી સજ્જ છે. શહેરની મધ્યમાં હોવાથી પહોંચવું સહેલું છે, અને ગાંધીનગર, નડિયાદ, આણંદ, મહેસાણાથી આવતા દર્દીઓ માટે પણ આ સ્થાન અનુકૂળ છે. ક્લિનિકનું વાતાવરણ જાણી જોઈને એવું રાખવામાં આવ્યું છે કે એ હોસ્પિટલ કરતાં થોડું હળવું લાગે. અને સ્ટાફ? એટલો સંભાળપૂર્ણ કે પહેલી મુલાકાતમાં જ થોડો ભરોસો બંધાવા લાગે.

અમદાવાદની આસપાસના વિસ્તારો જ્યાં અમે સેવા આપીએ છીએ

શહેરના કોઈ પણ ખૂણેથી આવો, કેન્દ્ર સુધી પહોંચવું અઘરું ન બને એ રીતે સ્થાન ગોઠવાયેલું છે. નીચેના વિસ્તારોમાંથી દર્દીઓ નિયમિત આવે છે.

નવરંગપુરા

અમારું મુખ્ય કેન્દ્ર અહીં જ છે.

સેટેલાઇટ

અહીંથી અંતર બહુ ઓછું લાગે છે.

બોડકદેવ

નજીકનો જ વિસ્તાર, પ્રવેશ સહેલો.

પ્રહલાદ નગર

અહીંના દર્દીઓ પણ નિયમિત આવે છે.

ચાંદખેડા

થોડું દૂર ખરું, પણ પહોંચવામાં તકલીફ નહીં.

ગોટા

ઝડપથી વિકસતો વિસ્તાર, અહીંથી પણ સંપર્ક વધતો જાય છે.

ગાંધીનગર

બાજુના શહેરમાંથી પણ ઘણા દર્દીઓ અહીં જ આવવાનું પસંદ કરે છે.

Honest & transparent IVF treatment cost in India

One clear price, explained before you begin — no surprise add-ons and no fine print at billing.

Know your treatment cost

See the lowest, average and highest cost for any treatment — add your details to reveal the figures.

₹6,00,000

Lowest cost

₹8,00,000

Average cost

₹12,00,000

Highest cost

Unlock your personalised cost

Get a detailed estimate and dedicated assistance from our care team.

+91

By continuing, you accept our Privacy Policy. The range shown is only an estimate and may differ after consultation.

Frequently Asked Questions

અમદાવાદમાં શ્રેષ્ઠ આઇવીએફ સ્પેશિયાલિસ્ટ કોણ છે?

આનો એક જ સીધો જવાબ આપવો મુશ્કેલ છે, પણ અનુભવ અને પરિણામ જોઈએ તો બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ ના ડૉ. નિમિષા શાંતિલાલ પંડ્યાનું નામ ચોક્કસ આગળ આવે. 19 વર્ષથી વધુનો અનુભવ અને અઘરા કેસમાં પણ સારા પરિણામ - આ બંને વાત તેમના નામને વજન આપે છે.

યોગ્ય આઇવીએફ સ્પેશિયાલિસ્ટ કેવી રીતે પસંદ કરવો?

અનુભવ અને સફળતા દર જુઓ ખરા, પણ એ પણ જુઓ કે ડોક્ટર તમારી વાત ધ્યાનથી સાંભળે છે કે ઉતાવળમાં જવાબ આપી દે છે. લેબની ટેકનોલોજી અને કિંમતની સ્પષ્ટતા પણ એટલી જ મહત્વની છે.

આઇવીએફ સારવારનો સફળતા દર કેટલો છે?

એક નંબરમાં કહેવું અઘરું છે, કારણ કે ઉંમર, ઈંડા-શુક્રાણુની ગુણવત્તા અને અંતર્ગત કારણ - આ બધા મળીને પરિણામ નક્કી કરે છે. તમારા ચોક્કસ કેસ માટે વ્યક્તિગત મૂલ્યાંકન કરાવવું જ સાચો રસ્તો છે.

અમદાવાદમાં આઇવીએફ નો ખર્ચ કેટલો છે?

જરૂરી ટેસ્ટ, દવા અને પસંદ કરેલી પ્રક્રિયા પર ખર્ચ આધારિત રહે છે, એટલે કન્સલ્ટેશન વગર ચોક્કસ આંકડો આપવો શક્ય નથી. બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ માં શરૂઆતથી જ ખર્ચ અંગે ખુલ્લી વાત કરવામાં આવે છે.

બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફ અમદાવાદ ખાતે કઈ ફર્ટિલિટી સારવારો ઉપલબ્ધ છે?

આઇવીએફ, આઈસીએસઆઈ , આઈયુઆઈ તો છે જ, સાથે એગ ફ્રીઝિંગ, પુરુષ વંધ્યત્વ સારવાર અને રિકરન્ટ આઇવીએફ ફેલ્યોર મેનેજમેન્ટ પણ ઉપલબ્ધ છે - એટલે અલગ-અલગ જરૂરિયાત ધરાવતા દર્દીઓને એક જ જગ્યાએ ઉકેલ મળી રહે.

અમદાવાદમાં આઇવીએફ સ્પેશિયાલિસ્ટ સાથે એપોઈન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી?

વેબસાઈટ પર ફોર્મ ભરો, અથવા સીધો ક્લિનિકનો સંપર્ક કરો - બંને રીતે એપોઈન્ટમેન્ટ સહેલાઈથી બુક થઈ જાય છે. કયા ડોક્ટર પાસે જવું એ નક્કી ન થતું હોય, તો એ નિર્ણયમાં પણ અમારી ટીમ મદદ કરશે.